પુલવામા હુમલો: ફ્રાન્સ સહિત સાર્ક દેશોએ આતંકી હુમલાની કરી આકરી નિંદા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે 3.37 વાગ્યે થયેલા મોટા આતંકી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 44 જવાન શહીદ થઈ ગયા છે. જેને લઇને ફ્રાન્સ અને રશિયા સહિત સાર્કના અનેક દેશોએ આતંકી હુમલાની આકરી નિંદા કરી છે. ફ્રાન્સ સહિત અન્ય દેશોએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત સાથે હોવાની વાત કરી છે.

ફ્રાન્સના વિદેશ મંત્રીના નિવેદનમાં કહ્યું કે, “ભારત પર થયેલા હુમલાની અમે આકરા શબ્દોમાં નિંદા કરીએ છે. શહીદ સૈનિકોના પરિવારો પ્રતિ અમારી સહાનુભૂતિ છે. અમે આ મુશ્કિલ સમયે ભારતના લોકો અને સરકાર સાથે છે. આતંકવાદ વિરુદ્ધ આ લડાઈમાં અમે ભારત સાથે હંમેશા સાથે છે.”