દલખાણીયા રેન્જમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા

ગીર જંગલના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા હતા. 11 સિંહોના મોતને લઇને રાજ્યમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. 11 સિંહોના મોત કુદરતી રીતે થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજે સવારથી જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઇ વન વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ છે.