કેનેડાના વેનકૂંવરમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા

કેનેડાના વેનકૂંવરમાં આજે સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર, રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર આઇલેન્ડના પોર્ટ હાર્ડી શહેરથી 190 કિમી દૂર જમીનની 33 કિલોમીટર નીચે હતું.