જાહન્વી કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં કરાવ્યુ ફોટોશૂટ

જાહન્વી કપૂરે એક નવુ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જાહન્વીનો એકદમ સ્ટાઇલિશની સાથે સાથે સેન્સુઅસ લૂક સામે આવ્યો છે.

ફિલ્મ ભલે જાહન્વીએ અત્યાર સુધી એક જ કરી હોય, પણ ફેશનના મામલે તેને પોતાની એક જગ્યા બનાવી લીધી છે.તાજેતરમાંજ જાહન્વી અને તેની સ્ટાઇલિસ્ટ તાન્યા ઘાવરીએ તેના લેટેસ્ટ શૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં જાહન્વી એકદમ સેન્સૂઅસ દેખાઇ રહી છે.નોંધનીય છે કે જાહન્વી કપૂરે 2018મં ફિલ્મ ધડકથી બૉલીવુડમાં પગ મુક્યો હતો. ત્યારબાદ તેની પાસે એક બાયૉપિક અને કરણ જોહરની પીરિયડ ફિલ્મ પણ આવી છે.