ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે. જેમાં ભારતનું પલડુ ભારે છે. વેસ્ટ ઇન્ડીઝ ગત 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ જીતી શક્યુ નથી. એવામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ રેકોર્ડ યથાવત રાખવા માંગશે, તેનો પ્રયાસ હશે કે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોચનું સ્થાન યથાવત રાખે.ભારત જો વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સિરીઝ 2-0થી જીતે છે તો તેને માત્ર એક રેટિંગ અંક મળશે, કારણ કે વેસ્ટ ઇન્ડીઝ રેન્કિંગમાં તેનાથી ઘણુ પાછળ આઠમા સ્થાને છે. જો તે 0-2થી સિરીઝ હારી જાય છે તો તેના માત્ર 108 રેટિંગ અંક થઇ જશે.