પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં જોની ડેપને આ ફ્રેન્ચાઈજીમાંથી બહાર કરી દીધો

પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકાથી લોકપ્રિય બનનાર એક્ટર જોની ડેપને આ ફ્રેન્ચાઈજીમાંથી બહાર કરી દીધો છે. જૉની ડેપ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન સાથે છેલ્લા 15 વર્ષોથી જોડાયેલા હતા. જૉની ડેપ આ સીરીઝની પાંચેય ફિલ્મોમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા.ડિઝની સ્ટૂડિયો ફ્રેંચાઈજીના ભવિષ્યને લઈને કેટલાક મોટા નિર્ણય લેવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાછલી ફિલ્મ ‘ડેડ મેન ટેલ નો ટેલ્સ’ના કોઈ ખાસ પ્રદર્શન ન કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.