આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો

પેટ્રોલ ડીઝલની વધતી કિંમત વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીએ આજે ભારત બંધની જાહેરત કરી છે ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર 23 પૈસા અને ડીઝલ પર 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 80.73 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 72.83 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આગળ વાંચો ગુજરાતના મહત્ત્વના શહેરોમાં પેટ્રોલ ડીઝલનો આજે કેટલો ભાવ છે.