કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો સાથે છોડીને ભાજપનું કમળ પકડ્યું

ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો સાથે છોડીને ભાજપનું કમળ પકડ્યું હતું. ભાજપમાં તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવેલા અને ચાર જ કલાકમાં મંત્રી પદ મેળવનારા કુંવરજી બાવળીયા માટે આ પ્રથમ કેબિનેટ મીટિંગ છે.