​​​​​રેકોર્ડબ્રેક તેજીઃ સેન્સેક્સ પહેલી વાર 36,500ને પાર, નિફ્ટી 11,000ની ઉપર

ગુરૂવારે ભારતીય શેરમાર્કેટમાં આગઝરતી તેજી જોવા મળી, અને શેરબજાર રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગયું છે. સેન્સેક્સ 36424.23 પર ખૂલ્યો અને 36,477ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. ભારે લેવાલીને પગલે ઓપનિંગ સેશન દરમિયાન જ સેન્સેક્સ 36540.39ના સ્તરને સ્પર્શી ગયો. તો નિફ્ટીએ પણ 11,006.95થી શરૂઆત કરી અને 11,030.85 સુધી ચઢ્યો. 1 ફેબ્રુઆરી 2018 બાદ પહેલીવાર નિફ્ટી 11,000ની ઉપર આવ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેંક 2%થી વધુ ચ્ઢયો છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને ઇન્ડસઇંડ બેન્કના શેરોમાં પણ 1.5% ઉછાળો આવ્યો છે.