વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું : હાર્દિક-પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. હવે ક્ષત્રિય કે પછી પાટીદાર મુખ્યમંત્રી આવશે. જોકે, આજે મુખ્યમંત્રીએ પણ આ મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી અને આ અંગે પોતાને કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું.